ગુજરાત માં ચોમાસુ વિદાય લઈ રહ્યું છે તેવા સમાચારો ની વચ્ચે ગુજરાત ના રાજ્ય હવામાન વિભાગે ૪ દિવસ ની ભારે વરસાદ ની આગાહી કરી છે. આવા સમાચાર આવતા જ ખેડૂતો ની ચિંતા માં વધારો થયો છે અને ગુજરાત ના હવામાન વિભાગે સૌરાષ્ટ અને કચ્છ માં સામાન્ય વરસાદ ની આગાહી કરવામાં આવી છે. ચાલુ વર્ષે અત્યાર સુધી માં સીઝન નો સરેરાશ ૧૩૪ ટકા વરસાદ નોંધાયો છે. હજુ પણ મેઘરાજા વિદાય લેવાની તૈયારી માં નથી તેવું લોકો કહી રહા છે. સોમવારે ગુજરાતના ૨૪ તાલુકા માં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ ગીર સોમનાથ ના તાલાલા તાલુકામાં ૩ ઇંચ વરસાદ વરસ્યો હતો. નર્મદા જિલ્લામાં ડેડીયાપાડામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો. સુરતમાં કાપડ ના વેપારીઓ ને છેતપીંડીથી બચાવવા માટે સુરત ના કાપડ ના વેપારીઓ માટે એક એપ લોન્ચ કરવામાં આવી છે જેના થી વેપારીઓ છેતપીંડીથી બચી શકે છે.
Comments
Post a Comment