સુરેન્દ્રનગર માં સરકારી કોવિડ સેન્ટર માં લાગી આગ
- સમાચાર સુરેન્દ્રનગર થી આવી રહ્યાં છે. સુરેન્દ્રનરના કોવીડ સેન્ટર માં લાગી આગ, આગ લાગતાં હોસ્પિટલ મા અફરા તફરી મચી ગઈ. આગ લાગતાં વીજ પુરવઠો સ્થગિત કરવામાં આવ્યો છે. વીજ પુરવઠો પૂરો પાડતા વીજ બોર્ડ મા શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાની શક્યતા. આગ લાગી તે સમયે ૧૫ થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. ફાયર ની ટીમે આગ પર કાબૂ મેળવતા દર્દીઓ સુરક્ષિત.
2. મેહસાણા અર્બન કોઓપરેટીવ બેંક માં કર્મચારી પત્ર લખીને થયો ગુમ. તેમને લખેલી ચિઠ્ઠી માં ચેરમેન જી.કે પટેલ માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હેડ ઓફિસ માં ફરજ બજાવતા હતા ભરત પટેલ.
3. કોરોના ના કાળ માં લીલા નારિયેળ ની માંગ વધતા આજે રાજ્ય ભરમાં લીલા નારિયેળ ના ભાવ માં વધારો થયો છે. ગાંધીનગર માં પણ લીલા નારિયેળ ના ભાવ માં વધારો જોવા મળ્યો છે. પેહલા વેપારીઓ ૩૦-૪૫ વચ્ચે વેચતા હતા અત્યારે વેપારીઓ ૪૫-૫૦ ની વચ્ચે લીલા નારિયેળ ને વેચે છે.
Comments
Post a Comment