Posts

Showing posts from September, 2020

રાજ્ય ના તમામ વાલીઓ માટે ખૂબ મોટા સમાચાર

આજે ગુજરાત ના તમામ વાલીઓ માટે ખૂબ મોટા સમાચાર આવ્યા છે. આજે ફી ના અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. રાજ્ય ની કેબિનેટ બેઠક મા લેવા માં આવશે નિર્ણય. ફી મા ૨૫ ટકા નો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. 2. રાજયમાં વિધાનસભામાં ખાલી પડેલી 8 બેઠકો ની પેટા ચૂંટણીમના પડઘા વાગી ગયા. એવામાં કચ્છ જિલ્લા ની સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષ ના સભ્યો બાજી પડ્યા. વિપક્ષે સત્તા પક્ષ પર આરોપ લગાવ્યો છે કે તેઓ અમારી વાત સાંભળતા નથી. બંને પક્ષો બાજી પાડતા માહોલ ગરમાયો છે. 3. કોરોના માં વિરોધ સાંભળીને જ ડર લાગે છે, પરંતુ રાજ્ય માં નેતાઓ ફી માટે નિયમ તોડતા અચકાતા નથી. એવામાં બે વિરોધ ની ઘટનાઓ  સામે આવી રહી છે. ફી ના મુદ્દે નેતાઓ એ વિરોધ દર્શાવવા મતો રસ્તા ઓ પર નીકળ્યા.

સુરેન્દ્રનગર માં સરકારી કોવિડ સેન્ટર માં લાગી આગ

સમાચાર સુરેન્દ્રનગર થી આવી રહ્યાં છે. સુરેન્દ્રનરના કોવીડ સેન્ટર માં લાગી આગ, આગ લાગતાં હોસ્પિટલ મા અફરા તફરી મચી ગઈ. આગ લાગતાં વીજ પુરવઠો સ્થગિત કરવામાં આવ્યો છે. વીજ પુરવઠો પૂરો પાડતા વીજ બોર્ડ મા શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાની શક્યતા. આગ લાગી તે સમયે ૧૫ થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. ફાયર ની ટીમે આગ પર કાબૂ મેળવતા દર્દીઓ સુરક્ષિત.      2. મેહસાણા અર્બન કોઓપરેટીવ બેંક માં કર્મચારી પત્ર લખીને થયો ગુમ. તેમને લખેલી ચિઠ્ઠી માં ચેરમેન જી.કે પટેલ માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હેડ ઓફિસ માં ફરજ બજાવતા હતા ભરત પટેલ.  3. કોરોના ના કાળ માં લીલા નારિયેળ ની માંગ વધતા આજે રાજ્ય ભરમાં લીલા નારિયેળ ના ભાવ માં વધારો થયો છે. ગાંધીનગર માં પણ લીલા નારિયેળ ના ભાવ માં વધારો જોવા મળ્યો છે. પેહલા વેપારીઓ ૩૦-૪૫ વચ્ચે વેચતા હતા અત્યારે વેપારીઓ ૪૫-૫૦ ની વચ્ચે લીલા નારિયેળ ને વેચે છે.

અનલૉક ૫ અંગે ખૂબ જ મોટા સમાચાર

દેશભરમાં  ૧ ઑક્ટોબર થી લાગુ થવાનું છે અનલૉક ૫ જાણો શું ખુલશે અને શું બંધ રહેશે આ અનલૉક ૫ માં. અનલૉક ૫ માં કેટલીક છૂટ આપવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. દિવાળી પહેલા સામાન્ય જિંદગી કરવા માટે ની રહેશે કોશિશ. અનલૉક ૫ માં સિનેમા હોલ અને પ્રવાસ કરવાની છૂટ મળી શકે છે. કેન્દ્ર સરકાર કેટલીક મર્યાદાઓ સાથે સિનેમા હોલ ખોલવાની આપી શકે છે છૂટ. સિનેમા હોલ મા એક એક સીટ છોડીને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. ગુજરાત કોંગ્રેસે કોરોના કાળ ને ભૂલી ને શરૂ કરી આવનારી ચૂંટણી ની તૈયારી. ગુજરાત કોંગ્રેસ પ્રભારી આવશે ગુજરાત ની મુલાકાતે. ગુજરાત માં બ કોંગ્રેસ ની બેઠક યોજાશે.

ગુજરાતમાં સામાન્ય વરસાદ ની આગાહી હવામાન વિભાગે કરી જાહેરાત

 ગુજરાત માં ચોમાસુ વિદાય લઈ રહ્યું છે તેવા સમાચારો ની વચ્ચે ગુજરાત ના રાજ્ય હવામાન વિભાગે ૪ દિવસ ની ભારે વરસાદ ની આગાહી કરી છે. આવા સમાચાર આવતા જ ખેડૂતો ની ચિંતા માં વધારો થયો છે અને ગુજરાત ના હવામાન વિભાગે સૌરાષ્ટ અને કચ્છ માં સામાન્ય વરસાદ ની આગાહી કરવામાં આવી છે. ચાલુ વર્ષે અત્યાર સુધી માં સીઝન નો સરેરાશ ૧૩૪ ટકા વરસાદ નોંધાયો છે. હજુ પણ મેઘરાજા વિદાય લેવાની તૈયારી માં નથી તેવું લોકો કહી રહા છે. સોમવારે ગુજરાતના ૨૪ તાલુકા માં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ ગીર સોમનાથ ના તાલાલા તાલુકામાં ૩ ઇંચ વરસાદ વરસ્યો હતો. નર્મદા જિલ્લામાં ડેડીયાપાડામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો. સુરતમાં કાપડ ના વેપારીઓ ને છેતપીંડીથી બચાવવા માટે સુરત ના કાપડ ના વેપારીઓ માટે એક એપ લોન્ચ કરવામાં આવી છે જેના થી વેપારીઓ છેતપીંડીથી બચી શકે છે.